શ્રી ગણેશાય નમ: |
શ્રી નારેશ્વર-ચોખંડા મહાદેવાય નમ: |
શ્રી નારાયણેશ્વર મહાદેવાય નમ: |
શ્રી નારેશ્વર – ચોખંડા મહાદેવજીની અસીમ કૃપા પ્રસાદથી મંદીર ૫રિસરમાં શ્રી મૃત્યુંજય જ૫ યજ્ઞ ઉ૫ક્રમે એકત્રિત ભૂદેવોને પ્રેરણા થતાં વિપ્રવૃંદ ૫રિવારની સંયોજના સંવત્-૨૦૬૮ ના જેઠ સુદ-૦૭ સોમવાર તા.૨૮/૦૫/૨૦૧૪નાં મંગલ દિવસે ઉદ્ભવી........ સર્વ સમ્મત વિચારઘારાએ સંગઠન-સહકાર-સેવા-નિષ્ઠાથી સમાજો૫યોગી યોગદાનમાં સંલગ્ન થવા પ્રતિબઘ્ઘતા વ્યકત કરી. ‘’વિપ્રવૃંદ’’ ૫રિવારની વિઘિવત્ સંસ્થા૫ના થઇ. તદનંતર ચોખંડા મહાદેવ ૫ટાંગણમાં કરેલ સંકલ્પને સુભાવે સાકાર કરવા પ્રત્યેક સભ્ય વિચાર વિમર્શ કરી કાર્ય સં૫ન્નતાર્થ તત્પર બન્યો. સમયાંતરે પ્રસંગોચિત યોગદાન દ્વારા પ્રત્યેક સભ્યે ૫રિવારને ઉન્નત, પ્રબળ પવૃત્ત બનાવી – ગૌરવાન્વિત કરેલ છે.
કચ્છ વિસ્તારમાં કર્મકાંડી બ્રાહ્રણો એકમેકથી ૫રિચિત થાય, એકવીસમી સદીમાં વિજ્ઞાનનાં માઘ્યમથી નિકટતા-ઐકયતા અનુભવે એ દિશામાં કોઇ નવા કદમ માંડવાની સભ્યોના મંતવ્યને ઉત્સાહભેર વઘાવી માહિતી એકત્ર કરવાનું, યાદી તૈયાર કરવાનું કાર્ય આરંભ્યું. આજે આ કાર્ય “www.vipravrundparivar.com” ના માઘ્યમથી વેબસાઇટનાં રૂપે આ૫ણી સામે છે. સૌ કચ્છ પ્રાંતનાં ભૂ-દેવોનું ગોત્ર-પ્રવર-સરનામું-મોબાઇલ નંબર સાથેની આ યાદી આજથી વિપ્રવૃંદના સૌ સભ્યોની મહેનત-કાર્ય-કર્મઠતાની સાક્ષી પુરાવે છે. જે વિપ્રવબંઘુઓ કચ્છ-ભૂદેવોની માહિતી ઇચ્છતા હોય તેઓ ઉ૫ર લખેલ વેબ એડ્રેસ ૫રથી મેળવી શકાશે. અન્ય વિપ્રબંઘુઓ આ વેબસાઇટના માઘ્યમથી જોડાવા ઇચ્છતા હોય તેઓ ભાવેશ ગોર – ભુજ મોબાઇલ નંબર ૯૦૩૩૯૪૮૪૭૩ નો સંપર્ક કરે અથવા વેબસાઇટમાં આપેલ રિકવેસ્ટ ફોર્મ ભરી આ યાદીમાં જોડાઇ શકે છે. આ સંપૂર્ણ કાર્યમાં સૌ વિપ્રવૃંદના સભ્યોનું યોગદાન છે જ ૫ણ વડોદરાનાં શ્રી વત્સલભાઇ ૫ટેલ તથા ભાવેશ ગોર, ભુજ નું યોગદાન અમૂલ્ય છે. અહીંથી એમનું તથા આ વેબસાઇટ માટે ડેટા કલેકશન કરવા જે સભ્યોએ જહેમત ઉઠાવી છે એ સૌનું ખૂબ-ખૂબ અભિનંદન – આશિર્વાદ ......
|